Slider-Banner-1
Slider-Banner-2
Slider-Banner-3
previous arrow
next arrow

ઉત્કર્ષ વિદ્યાલયમાં તમારા બાળકની ક્ષમતાને બહાર લાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમારું માનવું છે કે દરેક વિદ્યાર્થી તેમના લક્ષ્યને હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે અને અમે તેમને સફળ થવા માટે જરૂરી સંસાધનો અને માર્ગદર્શન પૂરાં પાડીએ છીએ. શૈક્ષણિક શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે-સાથે અમારો અભ્યાસક્રમ એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે કે, તે વિદ્યાર્થીઓને પડકારે અને પોતાની ક્ષમતાને ઓળખી કાઢવા અને પોતાના સપનાને સાકાર કરવા પ્રેરિત કરે

ઉત્કર્ષ વિદ્યાલય એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યામિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા છે. અમારી સંસ્થાના શિક્ષકો ખૂબ સારી રીતે તાલીમબદ્ધ છે અને તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભણાવે છે તથા અમારા વિદ્યાર્થીઓને જકડી રાખે તેવો ભણવાનો અર્થપૂર્ણ અનુભવ પૂરો પાડવા માટે તેઓ અવિરતપણે કામ કરે છે. અમે અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પર પણ સવિશેષ ધ્યાન આપીએ છીએ અને વિદ્યાર્થીઓને તેમના રસની બાબતો અને નવા કૌશલ્યો વિકસાવવા માટે વિવિધ તકો પૂરી પાડીએ છીએ.

ઉત્કર્ષની ઝાંખી

0 +
વર્ષો નો અનુભવ
0 +
વિધાર્થીઓ
0 +
ભૂતપૂર્વ વિધાર્થીઓ
સન્માનિત
  • ભૂતપૂર્વ વિધાર્થીઓ

સત્યેષ ઘેટીયા

(ઈસરો)

યશ ચાપાણી

IIT, અલ્હાબાદ

વત્સલ દરજી

IIT, રૂરકી

કેપ્ટન ભાવિકા શાહ

(પાયલોટ)

સ્મિત પટેલ

(IIT , મુંબઈ)

સિદ્ધાર્થ કાપડિયા

(IIT , પવઈ)

મિત શર્મા

(MD)

શ્રવણ દવે

(MD)

1. સત્યેષ ઘેટીયા ઈસરો
2. ડો. પ્રણવ ત્રિવેદી ઓર્થો સર્જન
3. યશ ચાપાણી IIT , અલ્હાબાદ
4. પારુલ પટેલ પારુલ યુનિવર્સિટી,ચેરમેન
5. ડો. અરોપ પટેલ ફીઝીશયન
6. ડો. જ્વલિત શાહ ડેન્ટિસ્ટ
7. ડો. વિનીત પરીખ ડેન્ટિસ્ટ
8. રીપલ પટેલ IIT , મુંબઈ

9. કેપ્ટન ભાવિકા શાહ લેડી પાયલોટ
10. ડો. તુષાર પટેલ એમ.એસ. ઓર્થો
11. હાર્દિક મહેતા CA ચેન્નાઇ
12. વત્સલ દરજી IIT, રૂરકી
13. સ્મિત પટેલ IIT , મુંબઈ
14. સિદ્ધાર્થ કાપડિયા IIT , પવઈ
15. મિતેષ અગ્રવાલ IIT કોટા
16. મિત શર્મા MD

સિદ્ધિઓ હાંસલ કરનારા
  • વિધાર્થીઓ

રાજ ક્રિષ્ના

ધોરણ: ૮-અ

સ્પર્ધા : કબડ્ડી
સ્પર્ધાનું સ્તર : રાજ્ય કક્ષા
ક્રમાંક : પ્રથમ

ચૌહાણ શ્રદ્ધા

ધોરણ: ૯-અ

સ્પર્ધા : કબડ્ડી
સ્પર્ધાનું સ્તર : રાજ્ય કક્ષા
ક્રમાંક : પ્રથમ

સુથાર માનસી

ધોરણ: ૧૧ કોમર્સ

સ્પર્ધા : કબડ્ડી
સ્પર્ધાનું સ્તર : રાજ્ય કક્ષા
ક્રમાંક : દ્વિતીય

પાટીલ શ્રેયા

ધોરણ: ૮-અ

સ્પર્ધા : કરાટે
સ્પર્ધાનું સ્તર : રાજ્ય કક્ષા
ક્રમાંક : દ્વિતીય

શાહ મોક્ષાંગ

ધોરણ: ૯-બ

સ્પર્ધા : ટેકવોન્ડો
સ્પર્ધાનું સ્તર : રાજ્ય કક્ષા
ક્રમાંક : પ્રથમ

શાહ નમ્ર

ધોરણ: ૨-અ

સ્પર્ધા : ટેકવોન્ડો
સ્પર્ધાનું સ્તર : રાજ્ય કક્ષા
ક્રમાંક : દ્વિતીય

પટેલ સાક્ષી

ધોરણ: ૮-અ

સ્પર્ધા : નિબંધ
સ્પર્ધાનું સ્તર : રાજ્ય કક્ષા
ક્રમાંક : દ્વિતીય

શાહ નમ્ર

ધોરણ : ૩

સ્પર્ધા : તાઇકવોન્ડો
સ્પર્ધા સ્તર : સ્ટેક કક્ષા
ક્રમાંંક : બીજો

પુરસ્કાર અને
  • સન્માન

“સ્વચ્છ ભારત મિશન શાળા સ્પર્ધા” હેઠળ વોર્ડ નં. ૧૧ માં સૌથી સ્વચ્છ શાળા નો સ્વછતા પુરસ્કાર પ્રાપ્ત કર્યો.

વર્ષ ૨૦૧૬માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ હેઠળ અમારી શાળા ના વિધાર્થીઓ ની પસંદગી થઇ તે મુજબ દર વર્ષે ૪૪ વિધાર્થીઓ SPC ની તાલીમ લે છે.

૨૦૧૫ માં યોજાયેલી શિક્ષણ વિભાગ ની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં "શ્રેષ્ઠ શાળા નો પુરસ્કાર" પ્રાપ્ત કર્યો.

આચાર્યનું
  • ઉદબોધન
  • નિવેદન

ઉત્કર્ષ વિદ્યાલયના પ્રિન્સિપાલ તરીકે અમારા પ્રતિભાશાળી અને સમર્પિત શિક્ષકો, સ્ટાફ અને વહીવટકર્તાઓની ટીમનું નેતૃત્વ કરવું અને તેમની સાથે કામ કરવું એ અમારા માટે એક આનંદની વાત છે.

અમારી શાળાનું મિશન એક સલામત, સંવર્ધન કરનારું અને શ્રેષ્ઠ વાતાવરણ પૂરૂં પાડવાનો છે, જ્યાં દરેક વિદ્યાર્થી શૈક્ષણિક, સામાજિક અને ભાવનાત્મક રીતે તેમની સંપૂર્ણ ક્ષમતાઓને ખીલવી શકે. અમે શ્રેષ્ઠતા, આદર અને સહયોગનો માહોલ સર્જવા માટે કટિબદ્ધ છીએ, જ્યાં અમારા સમુદાયના તમામ સભ્યોની કદર થાય, તેમની વાત સાંભળવામાં આવે અને તેમને દરેક પ્રકારે સમર્થન પૂરું પાડવામાં આવે.

દર વર્ષે અમે અમારા વિદ્યાર્થીઓની સુખાકારી અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની સાથે-સાથે તેમની શૈક્ષણિક પ્રગતિ પર ધ્યાન આપીએ છીએ. અમે અમારા વિદ્યાર્થીઓના સામાજિક અને ભાવનાત્મક વિકાસને સમર્થન પૂરું પાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજીએ છીએ અને સંસાધનો પૂરાં પાડીએ છીએ, જેમાં કાઉન્સેલિંગની સેવા, વિચાર શક્તિને વધારનારી પ્રવૃત્તિઓ અને સાથે ભણતા વિદ્યાર્થીમિત્રોને માર્ગદર્શન આપવાનો સમાવેશ થાય છે.

વાલીજનો અમે તમારા બાળકના સર્વાંગી વિકાસમાં એક સક્રિય સહભાગી બનવા માટે તમને આમંત્રિત કરીએ છીએ. તમારી ભાગીદારી અને પ્રતિભાવ અમારા માટે મૂલ્યવાન છે અને અમારું માનવું છે કે સાથે મળીને કામ કરવાથી શાળામાં તમારા બાળકને હકારાત્મક અને સમૃદ્ધિશાળી અનુભવ પ્રાપ્ત થાય તેની આપણે ખાતરી કરી શકીશું.

તો ચાલો આપણે ભેગા મળીને એક શ્રેષ્ઠ સમાજનું સર્જન કરીએ.

શ્રીમતી કેતનબેન સી. મહેતા
આચાર્યા શ્રી
બાલવાડી અને પ્રાથમિક વિભાગ

શ્રી. ભરતકુમાર એસ. પંચાલ
આચાર્ય શ્રી
માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગ

ઉત્કર્ષ વિદ્યાલયમાં અમારું માનવું છે કે, શિક્ષણ એટલે ફક્ત જ્ઞાન મેળવવું નહીં પરંત વિદ્યાર્થીઓને વિચારતા કરવા, તેમનામાં સર્જનાત્મકતા ખીલવવી અને તેઓ આજીવન કંઇક નવું શીખવા માટે પ્રેરાય તેની ખાતરી કરવી.

લોકેશન

Scroll to Top