શાળાકીય પ્રવૃતિઓ

વિદ્યાર્થી લક્ષી

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગએસેમ્બલી, સમૂહ એસેમ્બલી
શાળાકક્ષાએ વિવિધ આર્ટ પ્રવૃત્તિઓ જેવી કે રાખડી, રંગોળી, મહેંદી, દિવાળી કાર્ડ વગેરે બનાવવા.
વિવિઘ દિવસો ની ઉજવણી જેવા કે વિશ્વ ટપાલદિન, બાળદિન, શિક્ષક દિન, પુસ્તક દિન
સફાઈ અને સંસ્કાર સિંચન માટે ગાંધી જયંતિની ઉજવણી
શાળાકક્ષાએ તહેવારોની ઉજવણી ૨૬મી જાન્યુઆરી, ૧૫મી ઓગષ્ટ, નવરાત્રિ, જન્માષ્ટમી
લીડરશીપની કેળવણી માટે ચૂંટણી પ્રવૃત્તિ તથા લીડરશીપ ટ્રેનીંગ માટે કેમ્પનું આયોજન
આંતરશાળાકીય સ્પર્ધા જેવી કે વકતૃત્વ, નિબંધ, સંગીત, ચિત્ર, રમત, વિજ્ઞાનમેળા
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ બાહ્ય પરીક્ષાઓ જેવી કે FIITJEE, NTSE, પ્રખરતા શોધ, હિન્દી, ગાંધીવિચાર, I can scientifica, નેશનલ ટેલન્ટ સર્ચ, રામાનુજ ગણિત, સંસ્કૃત બોધ શિષ્યવૃત્તિ વગેરે…
શૈક્ષણિક પ્રવાસ દ્વારા જ્ઞાન, ગમ્મત અને પર્યાવરણ ની સમજ તથા ઓળખ
શાળાકક્ષાએ વાર્ષિક રમતોત્સવ દ્વારા શારીરિક તંદુરસ્તીનો વિકાસ
શાળાકક્ષાએ વાર્ષિક પ્રોગ્રામની ઉજવણી દ્વારા બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિ ની ખીલવણી
વિદ્યાર્થી પ્રોત્સાહન માટે વાર્ષિકા ઇનામ વિતરણ

વાલી લક્ષી

નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ
નર્સરી, ધો-૧, ધો-૯, ધો-૧૧ એમ વિભાગવાર બદલાવ અંગે વાલીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ
વિવિઘ દિવસો ની ઉજવણી જેવા કે વિશ્વ વડીલદિન, માતૃદિન, પિતૃદિનની ઉજવણી
બાળકોના જ્ઞાન કૌશલ્ય ના વિકાસ માટે જુદી જુદી કવીઝ, ગોટ ટેલેન્ટ શો ના આયોજનમાં વાલી ભાગીદારી સ્પર્ધાનું આયોજન
વાલીઓના માર્ગદર્શન માટે વર્ષમાં ત્રણ ઓપન હાઉસ
વિદ્યાર્થીઓના વિકાસ તથા ભવિષ્યમાં ઉત્તમ કામગીરી કરી શકે તે માટે કેરીયર માર્ગદર્શન અંગેનો સેમીનાર
વાલી સમસ્યાનાં નિવારણ માટે તજજ્ઞ ધ્વારા વાલીસેમિનાર
વાર્ષિક સામાન્ય સભા

શિક્ષક લક્ષી

શિક્ષકદિનની ઉજવણી
શૈક્ષણિક સેમિનાર
શિક્ષકોનો રમતોત્સવ
મુવી નાઇટ, ફનફેર જેવા કાર્યક્રમ