શૈક્ષણિક

ઉત્કર્ષ વિદ્યાલય ગુજરાતી માધ્યમની એક સાધનસજ્જ અને સહઅભ્યાસિક પ્રવૃતિઓનું આગવું મહત્વ ધરાવતી નર્સરી થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વિનયન પ્રવાહ સુધીના વર્ગો ધરાવતી શાળા છે. અમારી અભ્યાસ પધ્ધતિઓ વિદ્યાર્થી કેન્દ્રી અને વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્ય પ્રાપ્તિ આધારિત છે. વિદ્યાર્થીઓને તેમણે નક્કી કરેલાં પોતાનાં લક્ષ્યો સુધી પહોંચવામાં મદદરુપ થાય તેવી પ્રવિધિઓ ના નિર્માણ થકી અમે તે બાબતની ખાત્રી કરીએ છીએ. વિદ્યાર્થીઓને શિક્ષણમાં આવતાં પ્રકરણોની મદદથી જે તે વિષયના ઉંડાણનો ખ્યાલ આપવો એ બાબતને પ્રાધાન્ય અપાય છે. તેનાથી વિધાર્થી મેળવેલ જ્ઞાન અને વ્યવહારિકતાનું સાયુજ્ય સ્થાપી શકે છે.