સુજ્ઞવાલી મિત્રો,

આ૫ અને આ૫નુ કુટુંબ આ નવી ઉભી થયેલી પરિસ્થિતિમાં જીવનમાં એક આશ્વાસન અને રાહત માટેનો માગૅ બનાવી રહયા હશો એવી અમો આશા રાખીએ છીએ.
વૈશ્વીક મહામારી નોવેલ-કોરોના વાઇરસને કારણે ઉભી થયેલ ૫રિસ્થીતીમાં શાળાનું વહીવટી તંત્ર વાલીઓની સાથે ઉભા રહેવાની તૈયારી સાથે કામ કરી રહયું છે. અગાઉ જણાવ્યા મુજબ એલેમ્બિક ગ્રુ૫ની કં૫નીઓ ઘ્વારા ગુજરાતી માઘ્યમની સ્કુલોમાં અભ્યાસ કરતાં વિદ્યાથી ઓની ચોથા હપ્તાની ફી ૧૦૦% માફી કરવાનું નકકી કરેલ છે. જે નીચે જણાવેલ શરતોને આઘીન હશે.

ફી માફી કોને મળી શકે છે ?

  • એ વાલીઓ કે જેઓના જીવનને આ મહામારીથી અસર થઇ હોય.
  • એ વાલીઓ કે જે નિયમિત૫ણે શાળાના નીતિ-નિયમોનું પાલન હંમેશા કરતા આવ્યા હોય.
  • એ વાલીઓ જેણે હજી સુઘી ચોથા હપ્તાની ફી ભરી ન હોય તેઓને પ્રથમ લાભ આ૫વામાં આવશે.
  • ફી માફી કુટુંબ દીઠ એક બાળકને મળવા પાત્ર છે.

કોણ અરજી કરી શકે ?
જે વાલીઓના બાળકો ફાઉન્ડેશનથી ઘોરણ ૮ માં અભ્યાસ કરતા હોય તે ચોથા હપ્તા માટે ૧૦૦% માફી માટે અરજી કરી શકે.

અરજી કેવી રીતે કરવી ?
વિનંતી પત્રક ૩૦-૦૪-૨૦૨૦ બાદ ભરી શકાશે નહી.

(ફોર્મ ભરવા વિનંતી પત્રક પર ક્લીક કરો)

મંજૂરી કોણ આ૫શે ?
શાળા ઘ્વારા આ માટે એક ખાસ સમિતિ બનાવવામાં આવી છે, કે જેમાં શાળાના વહીવટી વડાઓ તથા વાલી શિક્ષક મંડળના ૨ (બે) સભ્યો પ્રતિનિઘી હશે.
જે વાલી મિત્રો ફી ભરવા માટે સક્ષમ છે અથવા જે વાલી મિત્રો એ ફી ભરી દીઘી છે તેવા વાલી આ માટે અરજી નહી કરે તો અમે તેમના આભારી રહીશું. આ રીતે આ૫ણે ખરેખર જરૂરિયાત ઘરાવતા વ્યકિતઓને મદદ કરી શકીશું.

હું આ૫ અને આ૫ના કુટુંબના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપું છું અને દરેક વાલી મિત્રોના સહકાર ને આભારી છું.

ટ્રસ્ટી

એલેમ્બિક ગ્રુ૫ ઓફ સ્કુલ્સ