માધ્યમિક વિભાગના શિક્ષકોના અથાગ પ્રયાસથી ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ તેમાં સફળતાની કેડી કંડારતા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં દાખલ થતા એક અતિ મહત્વના સ્તરે પહોંચતા તેઓની જીંદગીને સફળ બનાવવા શાળા દ્વારા વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને વિનયન પ્રવાહમાં ગુજરાત માધ્યમિક બોર્ડના પરિણામ તથા સરકારશ્રીની નીતિ અનુસાર પ્રવેશ આપવામાં આવે છે. આ સ્તરમાં અભ્યાસને વધુ રસમય તથા સરળ બનાવવા વિદ્યાર્થીઓને શાળા દ્વારા આપવામાં આવતા શૈક્ષણિક પધ્ધતિસહ વિષયલક્ષી પ્રયોગો, નિરિક્ષણ પધ્ધતિ, સમૂહ ચર્ચા, વર્કશોપ, પ્રોજેક્ટ વર્કનું સફળ આયોજન તેમજ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ ભગીરથ કાર્ય અત્યાધુનિક સંશોધનો થકી પાર પાડવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં વધારો થાય અને આત્મનિર્ભર થવાની ક્ષમતામાં વધારો થાય, જે આજના સ્પર્ધાત્મક યુગમાં તેમજ દિન પ્રતિ દિન વધતી રહેલી પડકારજન્ય જિંદગીનો સામનો આસાન રીતે કરી શકાય તેવી શક્તિ પૂરી પાડે છે.