પુસ્તકાલય
શાળામાં પુસ્તકાલય ઘણુંજ સમૃદ્વ છે. તેમાં દરેક વિષય ને આવરી લેતા ૧૫૦૦૦ થી વધુ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે. જેવા કે સર્વવિદ્યાસંગ્રહ, ભાષાના શબ્દકોશ, સામયિકો, પ્રખ્યાત લેખકોના વાર્તા સંગ્રહ અને ચાર વેદ ભગવદ-ગો-મંડળ જેવા, માહિતી સભર પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રયોગશાળા
શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તેમજ જીવવિજ્ઞાન ને લગતી પ્રયોગશાળા છે. જેમાં વિષય નિષ્ણાંત શિક્ષકની રાહબરી હેઠળ વિષય અનુસાર પ્રયોગશાળામાં આધુનિક સાધનો થકી વિદ્યાર્થીઓ પ્રયોગ કરી શકે છે.
કમ્પ્યુટરની પ્રયોગશાળા
શાળામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક ક્મ્પ્યુટર પ્રયોગશાળા સ્થા૫વામાં આવેલ છે. જેમા ક્મ્પ્યુટરનું નેટવર્કિંગ કરવામાં આવ્યું છે. દરેક સોફ્ટવેર, મલ્ટીમિડીયા, લીનક્ષ, એલ.સી.ડી પ્રોજેક્ટર સ્કેનર દરેક વિષયને આવરી લેતી સી.ડી નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત બાયસેગ દ્વારા પ્રસારિત થતા કાર્યક્ર્મો દર્શાવવાની પણ વ્યવસ્થા શાળામાં છે.
ચિત્રખંડ
શાળામાં વિદ્યાર્થીઓ માટે ચિત્રખંડ છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ કળામાં એવા પારંગત શિક્ષકના વિસ્તૃત માર્ગદર્શન હેઠળ પોતાની સર્જનાત્મક શકિત ખીલવી છે. જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગિક વિકાસ ની તક મળે છે.
સંગીત ખંડ
શાળામાં વિદ્યાર્થીઓ માટે એક સંગીત ખંડ છે. આ ખંડમાં સંગીતની વાદ્ય તથા ગેયતાની તાલીમ આપવામાં આવે છે. જેથી શાળાના વિદ્યાર્થીઓ સંગીતના અનુભવી શિક્ષકના માર્ગદર્શન હેઠળ સંગીતના ક્ષેત્રમાં આગળ આવી શકે છે. આમ વિદ્યાર્થીઓમાં સંગીતનો રસ કેળવાય છે.
રમત ગમત
રમત-ગમત માટે શાળામાં વિભાગવાર વ્યાયામ શિક્ષકો છે. વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી જેવી દરેક રમત ઉ૫ર વિદ્યાર્થીનો રસ જાગૃત કરી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.સાથે સાથે બાલવાડી થી ઘોરણ ૧૨ સુધી વિદ્યાર્થીઓને વયકક્ષા મુજબના વિભાગ પ્રમાણે રમતના સાઘનો પૂરતી સંખ્યામાં ઉ૫લબ્ઘ છે. બાલવાડી અને ઘોરણ ૧-૨ માટે અલગ રમતનું મેદાન રમતોના સાઘન સાથે ઉ૫લબ્ઘ છે. વર્ષાન્તે રમતોત્સવ પણ યોજાય છે.
રસોડું
વિધાર્થીઓને વિવિઘ પ્રકારનો સ્વચ્છ, તાજો તથા પૌષ્ટિક નાસ્તો સમયસર મળી રહે તે માટે રસોડા ની સગવડ કરેલ છે. તેમજ પીવાના શુદ્ધ પાણી માટે નિયમિતપણે વોટરકુલર ની કેમિકલ ધ્વારા સફાઇ તેમજ પાણીનો લેબોરટરી ટેસ્ટ થાય છે.